About Me
મારું ગામ જૂનાગઢ -સિંહ અને નરસિંહ ની ભૂમિ . કેસર,કેસરી અને કલાકારોની ભોમકા.
લોકસાહિત્ય અને લોક સંગીત ક્ષેત્રે પ્રસિધ ભીખુદાનભાઈ ગઢવી ,પધ્મશ્રી દિવાળીબેન ભીલ, હાજી રમકડું , કવિ દાદ ,અમુદાન ગઢવી ,લાખણશી ગઢવી ,વિક્રમ ગઢવી , ઓસમાણ મીર , યોગેશપુરી ગૌસ્વામી ,દીપક જોશી અને જીતુભાઈ દ્વારકાવાળા જેવા કલાકારોનું રહેઠાણ છે જૂનાગઢ . 48 વર્ષની યશસ્વી ભજન યાત્રાના ભજન સમ્રાટ સ્વ. પ્રાણલાલ વ્યાસ પણ જૂનાગઢના જ. મારો જન્મ 1 ઓગસ્ટ 1992 ના રોજ જૂનાગઢ જિલ્લાના માણાવદર ગામમાં થયો, જૂલાઈ 2010 માં ગવર્મેન્ટ પોલીટેકનિક ,પોરબંદર થી ડીપ્લોમાં મીકેનીકલ નો અભ્યાસ પૂરો કર્યા બાદ રાજકોટની બી.એચ. ગાર્ડી કોલેજ ઓફ એન્જિનીયરીંગ એન્ડ ટેકનોલોજી માં ડિગ્રી મીકેનીકલ નો અભ્યાસ મે 2013 માં પૂર્ણ કર્યો . કલાનો સંગ હોવાથી સ્ટુડન્ટ લાઈફ માં મને કલાકાર તરીકે બધીજ શૈક્ષણીક સંસ્થાઓંમાં આદર અને સન્માન મળ્યા છે. YOG_7244 મારા કલાગુરુ મારા પિતાશ્રી ભાવેશભાઈ રાવલ છે . હાસ્ય કલાકાર બનવાના પ્રેરણા અને તાલીમ મને પિતાજી તરફથી મળ્યા. મારી હાસ્ય કલા યાત્રા શરુ થઇ 5 વર્ષની ઉંમરે ,મારા પિતાજી ના મિત્ર પ્રકાશભાઈ કનોજીયાએ મને સૌપ્રથમ વખત તા. 26 ડીસેમ્બર 1997 ના રોજ શાંતેશ્વર મંદિર ખાતે કાર્યક્રમ રજુ કરવા પ્રોત્સાહિત કર્યો.
18 જૂલાઈ 2002 ના રોજ રાજકોટ દુરદર્શન કેન્દ્ર પર હાસ્યનો કાર્યક્રમ ‘રંગ જમાવો ‘રજુ કર્યો.
12 વર્ષની ઉંમરે તા 5 ડીસેમ્બર 2004 ના રોજ અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર પર ‘ગમ્મત ગુલાલ ‘રજુ કર્યો .(આભાર શ્રી સાંઈરામ દવે ) ત્યાર બાદ કાર્યક્રમોનો સિલસિલો શરુ થયો. “મૈ તો અકેલા ચલા થા,લોગ મિલતે ગયે ઔર કારવા બનતા ગયા”. અત્યારે YouTube પર 1 લાખ 25 હજાર થી વધારે દર્શકોએ મારા વીડિયો નિહાળ્યા છે , જેમાં મારા એક વીડિઓના 99 હજાર દર્શકો છે.
ઓગસ્ટ 2005 માં ભારત સરકારના બાલશ્રી એવોર્ડ માટે જૂનાગઢ જીલ્લાના ઉમેદવાર તરીકે વેસ્ટ ઝોન ક્ક્ષાએ નોમિનેશન મળ્યું એ મારા માટે ગૌરવની બાબત છે.
5 વર્ષની ઉંમરે શરુ થયેલી મારી કલાયાત્રામાં પ. પૂ. પ્રમુખ સ્વામી મહારાજ ,પૂજ્ય મોરારી બાપુ , પ. પૂ. હરીપ્રસાદ સ્વામી મહારાજ અને પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના આશીર્વાદથી પ્રાસાદિત થયો છું .
શ્રી હરેશભાઈ દવે,શ્રી કાર્તિકભાઈ ઉપાધ્યાય અને શ્રી ધીરુભાઈ પુરોહિત જેવા અખબારનવેશોનો ઉમળકાસભર સહયોગ મળ્યો છે. શ્રી શાહબુદ્દીન રાઠોડ ,શ્રી સાંઈરામ દવે,શ્રી જીતુભાઈ દ્વારકાવાળા અને શ્રી જગદીશભાઈ ત્રિવેદી જેવા પ્રસિધ હાસ્ય કલાકારોના પ્રોત્સાહન અને માર્ગદર્શન મળ્યા છે.
ઓક્ટોબર 2006 માં E-TV ગુજરાતી આયોજિત “હાસ્ય સમ્રાટ” સ્પર્ધામાં વિજેતા પદ મેળવ્યું અને માર્ચ 2007 માં ssc પરીક્ષા પાસ કરી.
જૂન 2013 સુધીમાં ગુજરાત ના 21 શહેરો તથા ગામોમાં 180 થી વધુ કાર્યક્રમો રજૂ કર્યા છે.
“ભલે યોગી ન બનો પણ ઉપયોગી બનો” વાતને સાર્થક કરવાનો નમ્ર પ્રયાસ કરું છું.
કલા એ મનોરંજન અને નાણાં કમાવવાનું સાધન નથી પણ સમાજ સેવાનું માધ્યમ પણ છે એમ માનું છું.
ફેબ્રુઆરી 2012 માં બોર્ડની પરીક્ષાના વિધાર્થીઓં ને ખડખડાટ હસાવીને તણાવ મુક્ત કરવાના સમાજસેવાના કાર્યક્રમમાં માનદ સેવા આપી . સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત આ પ્રકારનો સમાજ સેવાનો કાર્યક્રમ જૂનાગઢની સમાજસેવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ અને BAPS સ્વામીનારાયણ મંદિર દ્વારા અક્ષરવાડી ખાતે યોજાયો હતો.
જૂન 2012 જૂનાગઢ જીલ્લા જેલમાં સત્યમ સેવા યુવક મંડળ આયોજિત “હાસ્ય દરબાર” માં બંદીજનોનું મનોરંજન કરવાની માનદ સેવા આપી .
મારા જન્મ દિવસ 1 ઓગસ્ટના રોજ જૂનાગઢની શિશુમંગલ સંસ્થાના અનાથ અને ગરીબ બાળકોને હસાવ્યા.
“ઘર સે મસ્જીદ બહોત હૈ દુર ખુદાકી ઈબાદત કૈસે કી જાયે,
ચલો એસા કરલે, કિસી રોતે હુયે બચ્ચેકો હસાયા જાય,
ઇસસે બડી ઈબાદત ક્યા હો સકતી હૈ ?”
નિદા ફાઝલી ના આ શેરને સમાજ સેવાના મંત્ર સમાન માનું છું.
છેલ્લે ,ઈશ્વર પાસે એક પ્રાર્થના, “એ ખુદા ,મુજે ઇતની ઉચાઈ મત દેના, કી મૈ ગૈરો કો ગલે ન લગા સકુ”.
”.
”.

0 comments: